Writer | Thinker | Seeker of Wisdom|Life Time Learner
મનમાં વિચારોનું સિંહાસન એટલું મજબૂત કર્યું હોય કે કોઇનો નકારાત્મક દ્રષ્ટિ કોણ, તુચ્છ અભિપ્રાયો એનાં નિશ્ચયોનાં પાયાને ડગમગાવી શકે નહિ, કોઇ પણ અગમ્ય વાતનો વંટોળ મનની સ્થિર શાંતિને ખંડિત કરી શકે જ નહિ.
- પૂજા મહેતા
નંદનવન -
"वृन्दाया तुलस्या वनं वृन्दावनं"
તારા વ્રજધામ સમું મારું ઘર વૃંદ વૃંદથી શોભિત છે, હે કૃષ્ણ, જેમ વૃંદાવનમાં મોર, પોપટ, ચકલી, કોયલ, મેના તારી આજબાજુ કિલ્લોલ કરે છે એમ મારું નંદનવન પણ પ્રાકૃતિક સૌંદર્યથી વ્યંજીત છે. પારિજાત, જાસુદ, ચંપા, કરેણ, રાતરાણી, બિલ્વ, અશોક, મોગરો એના ફૂલોની રંગોળી પાથરે ત્યારે જ્યારે મેઘધનુષ જાણે ધરા પર સર્જાયું.
મનમોહક શ્રૃંગારવટ, સેવાકુંજ અને સ્નેહદ્વાર મારા આ કરુણા મંદિરનાં ગોખ છે. પવિત્ર તુલસીક્યારો, નિર્મલ નૈસર્ગીક પવન, દહીં, દૂધ, કુંજ-નિકુંજ, સાત્વિક-સ્વાદિષ્ટ ભોજન આ બધું મારા ઘરની પૂંજી છે, જેમાં તારો સાક્ષાત્કાર છે તો શિવ શક્તિની કૃપા વર્ષા છે.
- પૂજા મહેતા
અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર !
દત્ત બાવનીના આ શબ્દો, શું સૂચવે છે! આ વાક્ય એ સનાતન ધર્મનું મૂળ છે. જે સ્વને રુચિ પ્રિય હોય તે કરવું, આપણને જે અનુભૂતિ થાય તે જ તૃપ્તિ !
સનાતન ધર્મમાં શાસ્ત્રો જ્ઞાનનો સ્રોત છે, જ્યાં જ્ઞાન છે ત્યાં સરળતા છે, જ્યાં સરળતા છે ત્યાં જ તરલતા છે. શાસ્ત્રો માં ક્યાંય પણ ફરજિયાત કે રસ વગર કંઈક કરવું એવું લખાયું નથી. શાસ્ત્રો અમારા માટે ગુરુ સમાન છે – માર્ગદર્શક છે. જીવનમાં કયા માર્ગે જવું, શું કરવું એવી અંદરોઅંદર દ્વન્દ્વની સ્થિતિ ઊભી થાય ત્યારે, કહેવાય છે લે શાસ્ત્ર વાંચો, આ સ્તુતિ સાંભળો, કદાચ તે કોઈ રીતે માર્ગદર્શનરૂપ બની શકે. એ પછી ટેરો વ્યક્તિગત અનુભવ થાય તે જ તૃપ્તિ ! અને તારા માટે એ માર્ગ પણ સાચો ! શરત એટલી જ કે હૃદયાસન પર ઈશ્વર બેઠા હોવા જોઈએ, અર્થાત મન સ્વચ્છ હોવું જોઈએ.
- પૂજા મેહતા
હું ચાલું ધરા પર મને રજ પર રહી શ્રદ્ધા, તું પારેવડું ઉડે નભમાં,
તને અભય વિશ્વાસ અનંત આકાશ પર,
હે, ચકલી મેના, તમારી સુંદરતા અને પ્રેમને પામવા સ્વને,
એકાંતને સમર્પણ કરી મેં સર્જ્યું મનમાં પ્રેમનું અભ્યારણ્ય,
ત્યારે સહજ ભાવે હર્ષથી, લાડથી રમો મારા બાગ માં,
ધન્ય છું કે મુજ પર અપાર સ્નેહ અને વિશ્વાસ છે!
હક તારો છે જ કેસર પર, ચાંચ મારી પી ગઈ મધુરસ,
મીઠાશ ઓગળી ગઈ તારા મધુસ્વર માં,
દાણા ચણ ચણ કરતાં, હકથી ખાટ પર હીંચે,
જોઈ તારી આરામ ખુરશી, ઇર્ષા કરતો રહેતો શ્વાન ડેલી પર,
હૃદય મારું સ્નેહ કુંજ ને તમે પારેવડાં એમાં તરી ગયાં!
- પૂજા મહેતા
12-07-2024 Destiny supports freewill!
ભાગ્યના વિધાતા એ એક સરસ ચિત્ર દોર્યું એનું નામ નસીબ, તો ઈશ્વરે આપણી શ્રધ્ધાનું પારખું કરવા freewill (આત્મવિશ્વાસ) આપ્યું !
Degree of destiny (some outcomes can't be altered, it's all pre written) and a degree of freewill (some choices can be made), This two forces co-exist, they both work equally. Individuals have full control on what choice they make.
જો એ choice શ્રદ્ધા થી સંપૂર્ણપણે સજેલી હશે, કોઇનું અહિત નહિ હોય તો એ ચોક્કસ પૂરી થાય. Destiny નાં framework માં freewill છે. પ્રારબ્ધ માળખું છે, journey નો map છે, તો સફરની મજા, freewill થી જ મણાય !
એક અસાધારણ ફ્રેકચર થવું એ ભાગ્યમાં હતું, જેમાં ઠીક થવાનું શ્રદ્ધા, ધીરજ અને આત્મવિશ્વાસથી લખ્યું હશે!
- પૂજા મહેતા
My Mother- Achala Raval
અચલા અચૂક એકમાં રે!!
અચલા અચૂક એક માંય રે !!
તમે વ્યક્તિ કે વ્યાપ?
તમે સ્ત્રી કે સતી?
તમે મારા સર્જનહાર, તમારા ઉદરે મેં કેટલાં એ કિર્તન સાંભળ્યા,
તમે મારા મસ્તકે "શનિ" નામનો તાજ!!
જેણે મને ધૈર્યશીલ, દીર્ઘદૃષ્ટ અને વિચારશીલ બનાવી.
ન્યાયનો પર્યાય અને દ્વેષનાં પૂરક તમે,
મારી બુદ્ધિ અને વિવેકનું ઉદ્દગમબિન્દુ તમે,
મારા નાક, આંખ અને વાળ બઘું તમે,
તમે મારા પરમ ગુરુ અને તમે જ મારી નિર્ણય શક્તિ!!
"પૂજા" નું મૃદુ હૃદય જ તમે!!
- પૂજા મહેતા
કરુણાનાં ઉદાહરણોમાં સૌથી શ્રેષ્ઠ સુભદ્રા! જયારે પોતાનાં પુત્રનાં મૃત્યુ વેળાએ એની આંખોમાંથી કરુણાનો ઉભરો આવ્યો, દ્રૌપદીનાં ચિર હરણ બાદ અભિમન્યુનું મૃત્યુ જ સૌથી હૃદયસ્પર્શી પ્રસંગ છે. એનાં કરતાં એ શ્રેષ્ઠ અભિમન્યુના મૃત્યુ અંગે શ્રી કૃષ્ણની પ્રતિક્રિયા, હે અભિમન્યુ તું મર્યો નથી તું જીત્યો છે, તારો જન્મ સફળ રહ્યો !!
- પૂજા મહેતા
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.